4 CLEVER SUSPENSE-THRILLER MOVIES
4 CLEVER SUSPENSE-THRILLER MOVIES. આ ચાર મુવી જોવા માટે બે બાબત આવશ્યક છે: મજબૂત મન અને તેજ મગજ. 1.Searching:મુવી ચાલુ થયુ ત્યારે મને બોરીંગ લાગ્યુ પણ શરુ થયાના 10 મિનિટ પછી ગજબ ટ્વીસ્ટ આવે છે. કથા ત્યાંથી સ્પીડ પકડે છે અને હાર્ટબીટ વધી જાય એવા થડકાવનારા દ્રશ્યો અકલ્પ્ય ક્લાઇમેક્સ તરફ લઇ જાય છે. 2.UNFRIENDED:DARK WEB એક ભાઇબંધ સાથે ખાલી ખાલી એક મુવીની સ્ક્રીપ્ટ લખતા હતા ત્યારે આ મુવીનુ સજેશન મળ્યુ. મુવીની વાત કરતા પહેલા સમજી લઇએ DARK WEB શું છે? એક એવુ ઓનલાઈન પોર્ટલ જ્યાં શસ્ત્રો, માણસો(HUMAN TRAFFICKING), assasination contract(આમ ભાષામાં 'મર્ડરની સુપારી) વગેરેના સૌદા થતા હોય છે. આ એવુ પ્લેટફોર્મ છે, જ્યાં કોઇપણ દેશની સરકાર સીધી રીતે એમાં દખલ દઇ શકતી નથી.(વધુ માહિતી ગુગલ પર ઉપલબ્ધ) આ મુવી ખુબ જ ડિસ્ટર્બીંગ છે. એકવાર આ મુવી જોયા પછી મગજ પર ઘેરી અસર પડે છે. ભયાનક સસ્પેન્સ કેવી રીતે જાનલેવા બને છે એની આ વાત છે. અરધુ મુવી કમ્પ્યુટરના સ્ક્રીન રેકોર્ડિંગમાં બન્યું છે. આ ક્રીએટીવીટીને દાદ આપવી જ પડે. (ઓવરસેન્સીટીવ અને હ્રદયની બિમારીના દર્દીઓએ આ મુવી જોવાનું ટાળવું એવુ મારુ મ...