4 CLEVER SUSPENSE-THRILLER MOVIES
4 CLEVER SUSPENSE-THRILLER MOVIES.
આ ચાર મુવી જોવા માટે બે બાબત આવશ્યક છે: મજબૂત મન અને તેજ મગજ.
1.Searching:મુવી ચાલુ થયુ ત્યારે મને બોરીંગ લાગ્યુ પણ શરુ થયાના 10 મિનિટ પછી ગજબ ટ્વીસ્ટ આવે છે. કથા ત્યાંથી સ્પીડ પકડે છે અને હાર્ટબીટ વધી જાય એવા થડકાવનારા દ્રશ્યો અકલ્પ્ય ક્લાઇમેક્સ તરફ લઇ જાય છે.
2.UNFRIENDED:DARK WEB એક ભાઇબંધ સાથે ખાલી ખાલી એક મુવીની સ્ક્રીપ્ટ લખતા હતા ત્યારે આ મુવીનુ સજેશન મળ્યુ. મુવીની વાત કરતા પહેલા સમજી લઇએ DARK WEB શું છે? એક એવુ ઓનલાઈન પોર્ટલ જ્યાં શસ્ત્રો, માણસો(HUMAN TRAFFICKING), assasination contract(આમ ભાષામાં 'મર્ડરની સુપારી) વગેરેના સૌદા થતા હોય છે. આ એવુ પ્લેટફોર્મ છે, જ્યાં કોઇપણ દેશની સરકાર સીધી રીતે એમાં દખલ દઇ શકતી નથી.(વધુ માહિતી ગુગલ પર ઉપલબ્ધ)
આ મુવી ખુબ જ ડિસ્ટર્બીંગ છે. એકવાર આ મુવી જોયા પછી મગજ પર ઘેરી અસર પડે છે. ભયાનક સસ્પેન્સ કેવી રીતે જાનલેવા બને છે એની આ વાત છે. અરધુ મુવી કમ્પ્યુટરના સ્ક્રીન રેકોર્ડિંગમાં બન્યું છે. આ ક્રીએટીવીટીને દાદ આપવી જ પડે. (ઓવરસેન્સીટીવ અને હ્રદયની બિમારીના દર્દીઓએ આ મુવી જોવાનું ટાળવું એવુ મારુ માનવુ છે.)
Weird fact: આ મુવીમાં જે સોશ્યલ અકાઉન્ટ, પોલિસ ફરિયાદ દર્શાવી છે, એ હકીકતમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
3.MISSING:મનોજ બાજપાઇ અને તબુ અભિનિત આ મુવી ખરેખર હોલીવુડને ટક્કર આપે એવી છે. આ મુવીમાં કયો છેડો ક્યાંથી ક્યાં જોડવો એ ફક્ત એક પાક્કો ફિલ્મ રસિયો જ સમજી શકશે. એક મુમેન્ટ તો મને થયું કે રીવર્સ કરીને ફરી ચકાસી લઉ. એવી માઇન્ડ ગેમ આ મુવી દર્શકો સાથે રમી નાખે છે. સાયકોલોજીની હળવી છાંટ મુવીને રોચક બનાવે છે.
4.KNIVES OUT: આ મુવી જેવુ સ્મુથ સસ્પેન્સ કદાચ જ કોઇ મુવી માં જોવા મળી શકે. જે વસ્તુ જેવી દેખાય છે એવી હોતી નથી. એ બાબતનું ચોક્કસ ઉદાહરણ એટલે KNIVES OUT. સ્ક્રીન પ્લે એટલું સરસ છે કે જો મુવી તમે 3Dમાં જૂઓ તો ગોળ ગોળ મગજ ઘુમવા લાગે. પરિવારમાં થતી નોકજોકની તીવ્રતાના પરિણામો આ ફિલ્મને રોચક બનાવે છે.

Comments
Post a Comment